BREAKING NEWS

Notification for Teacher Aptitude Test (Higher Secondary) - 2026 published

Quick Summary

રાજ્ય પરીક્ષા બોર્ડ, ગાંધીનગર દ્વારા શિક્ષક અભિરુચિ કસોટી (ઉચ્ચતર માધ્યમિક) - 2026 માટે જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. ઓનલાઈન અરજી તારીખ 10/02/2026 થી 19/02/2026 અને પ્રાથમિક પરીક્ષા તારીખ 29/03/2026 નક્કી કરવામાં આવી છે.

Full Story

રાજ્ય પરીક્ષા બોર્ડ, ગાંધીનગર દ્વારા શિક્ષક અભિરુચિ કસોટી ઉચ્ચતર માધ્યમિક વર્ષ 2026 માટેનું જાહેરનામું તારીખ 05/02/2026 ના રોજ પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે.

રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 અને મિશન સ્કૂલ્સ ઓફ એક્સેલન્સના લક્ષ્યો મુજબ ગુણવત્તાયુક્ત શિક્ષણના હેતુ માટે દ્વિસ્તરીય સ્વરૂપ સાથે શિક્ષક અભિરુચિ કસોટીનું આયોજન કરવામાં આવી રહ્યું છે.

કસોટીનો કાર્યક્રમ:

જાહેરનામું પ્રસિદ્ધ કરવાની તારીખ 05 ફેબ્રુઆરી 2026 છે. ઉમેદવારો માટે ઓનલાઈન રજીસ્ટ્રેશનફોર્મ ભરવાનો સમયગાળો 10 ફેબ્રુઆરી 2026 થી 19 ફેબ્રુઆરી 2026 સુધીનો રહેશે. ઓનલાઈન ફી ભરવાનો સમયગાળો 10 ફેબ્રુઆરી 2026 થી 20 ફેબ્રુઆરી 2026 સુધીનો રહેશે.

પ્રાથમિક પરીક્ષા બહુવિકલ્પ સ્વરૂપની તારીખ 29 માર્ચ 2026 ના રોજ લેવામાં આવશે. મુખ્ય પરીક્ષા વર્ણનાત્મક લેખિત સ્વરૂપની મે માસ 2026 દરમિયાન યોજવામાં આવશે.

વિષયો:

ગુજરાતી માધ્યમ માટે નીચે મુજબના વિષયોની કસોટી યોજવામાં આવશે - એકાઉન્ટ એન્ડ કોમર્સ, બાયોલોજી, કેમિસ્ટ્રી, કોમ્પ્યુટર, ઇકોનોમિક્સ, અંગ્રેજી, ભૂગોળ, ગુજરાતી, હિન્દી, ઈતિહાસ, કૃષિ, ગણિત, ફિલોસોફી, ફિઝિક્સ, પોલિટિકલ સાયન્સ, સાયકોલોજી, સંસ્કૃત, સોશિયોલોજી, સ્ટેટિસ્ટિક્સ, ફિઝિકલ એજ્યુકેશન અને સોશિયલ સાયન્સ.

અંગ્રેજી માધ્યમ માટે એકાઉન્ટ એન્ડ કોમર્સ, બાયોલોજી, કેમિસ્ટ્રી, કોમ્પ્યુટર, ઇકોનોમિક્સ, અંગ્રેજી, ગુજરાતી, હિન્દી, ગણિત, ફિઝિક્સ, સાયકોલોજી, સોશિયોલોજી, સ્ટેટિસ્ટિક્સ, ફિઝિકલ એજ્યુકેશન વિષયોની કસોટી યોજવામાં આવશે.

હિન્દી માધ્યમ માટે એકાઉન્ટ એન્ડ કોમર્સ, ઇકોનોમિક્સ, અંગ્રેજી, હિન્દી, સાયકોલોજી, સોશિયોલોજી વિષયોની કસોટી યોજવામાં આવશે.

શૈક્ષણિક લાયકાત:

નોંધાયેલી સરકારી અને ખાનગી ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં સંબંધિત વિષયના શિક્ષક તરીકેની ઉમેદવારી કરવા માટે રાજ્ય સરકાર દ્વારા નક્કી થયેલ અને તેમાં વખતોવખત થતા સુધારા વધારા સાથેની શૈક્ષણિક અને તાલીમી લાયકાત ધરાવતા ઉમેદવાર જ આ શિક્ષક અભિરુચિ કસોટી માટે ઉપસ્થિત થઈ શકશે.

શૈક્ષણિક લાયકાત શિક્ષણ વિભાગના વિવિધ ઠરાવો મુજબ રહેશે. જે વિદ્યાર્થીઓ શૈક્ષણિક વર્ષ 2025-26 દરમિયાન સ્નાતક ડિગ્રી અથવા તાલીમી લાયકાતના છેલ્લા વર્ષમાં અભ્યાસ કરતા હોય તે વિદ્યાર્થીઓ પણ ફોર્મ ભરી શકશે. આવા વિદ્યાર્થીઓની આ પરીક્ષાની અરજી તેઓના છેલ્લા વર્ષની પરીક્ષાના પરિણામને આધીન રહેશે.

પરીક્ષા ફી:

એસસી, એસટી, સીબીસી, ઈડબ્લ્યુએસ, પીએચ કેટેગરીના ઉમેદવારો માટે પરીક્ષા ફી રૂપિયા 400 અને સામાન્ય કેટેગરીના ઉમેદવારો માટેની પરીક્ષા ફી રૂપિયા 500 ભરવાની રહેશે. કોઈપણ સંજોગોમાં ભરેલ ફી પરત કરવામાં આવશે નહીં.

કસોટીનું સ્વરૂપ:

શિક્ષક અભિરુચિ કસોટી પ્રાથમિક અને મુખ્ય એમ દ્વિસ્તરીય સ્પર્ધાત્મક પરીક્ષા સ્વરૂપની રહેશે.

પ્રાથમિક પરીક્ષા:

પ્રાથમિક પરીક્ષા 200 ગુણની બહુવિકલ્પ સ્વરૂપની રહેશે. આ કસોટી બે વિભાગમાં રહેશે. વિભાગ એકમાં 100 પ્રશ્નો રહેશે તથા વિભાગ બેમાં 100 પ્રશ્નો રહેશે.

100 ગુણનો પ્રથમ વિભાગ તમામ ઉમેદવારો માટે એક સરખો રહેશે. 100 ગુણનો બીજો વિભાગ જે તે ઉમેદવાર જે વિષય માટે અરજી કરે છે તે વિષય આધારિત રહેશે.

આ કસોટીના બન્ને વિભાગનું સળંગ એક જ પ્રશ્નપત્ર રહેશે. પ્રશ્નપત્રનો સળંગ સમય 180 મિનિટનો રહેશે. દરેક પ્રશ્નનો એક ગુણ રહેશે. દરેક પ્રશ્નના ઉત્તરમાંચાર વિકલ્પ આપેલા હશે, તેમાંથી સાચો વિકલ્પ પસંદ કરવાનો રહેશે.

આ કસોટીના મૂલ્યાંકનમાં ખોટા જવાબ દીઠ 0.25 ગુણ માઈનસ નકારાત્મક મૂલ્યાંકન રહેશે.

વિભાગ એક - સામાન્ય અભ્યાસ:

સામાન્ય જ્ઞાન અને શિક્ષણના વર્તમાન પ્રવાહો 20 પ્રશ્નો 20 ગુણ, શિક્ષક અભિયોગ્યતા 35 પ્રશ્નો 35 ગુણ જેમાં શિક્ષણની ફિલસૂફી 10 પ્રશ્નો, શૈક્ષણિક મનોવિજ્ઞાન 15 પ્રશ્નો, વર્ગવ્યવહાર અને મૂલ્યાંકન 10 પ્રશ્નો સામેલ છે.

તાર્કિક અભિયોગ્યતા 15 પ્રશ્નો 15 ગુણ, ગુજરાતી ભાષાકીય પ્રાવીણ્ય 15 પ્રશ્નો 15 ગુણ અને અંગ્રેજી ભાષાની જાણકારી ધોરણ 12 સુધી 15 પ્રશ્નો 15 ગુણ.

વિભાગ બે - ખાસ વિષયની કસોટી:

વિષયવસ્તુ 80 પ્રશ્નો 80 ગુણ અને વિષયવસ્તુ આધારિત પદ્ધતિના પ્રશ્નો 20 પ્રશ્નો 20 ગુણ.

સંબંધિત વિષયનો અભ્યાસક્રમ ધોરણ 11 થી 12 નો રહેશે. પરીક્ષાના અભ્યાસક્રમની વિષયવસ્તુની કઠિનતા સ્નાતક કક્ષાની રહેશે.

મુખ્ય કસોટી:

પ્રાથમિક કસોટીમાં કટ ઓફ કે તેથી વધુ ગુણ મેળવનાર ઉમેદવારો માટે મુખ્ય કસોટી યોજાશે જે વર્ણનાત્મક લેખિત સ્વરૂપની હશે.

આ મુખ્ય કસોટીના બે પ્રશ્નપત્રો રહેશે. પ્રશ્નપત્ર એકમાં ગુજરાતી, હિન્દી અથવા અંગ્રેજી સજ્જતાના 100 ગુણ રહેશે તથા પ્રશ્નપત્ર બેમાં વિષયવસ્તુ અને વિષય પદ્ધતિ સજ્જતાના 100 ગુણ રહેશે. આમ આ મુખ્ય પરીક્ષા 200 ગુણની રહેશે.

પ્રશ્નપત્ર એકમાં 100 ગુણ માટેનો સમય 150 મિનિટનો રહેશે. પ્રશ્નપત્ર બેમાં 100 ગુણ માટેનો સમય 180 મિનિટનો રહેશે.

યોગ્યતા પ્રાપ્ત કરવાના ધોરણો:

પ્રાથમિક પરીક્ષામાં રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા નક્કી કરવામાં આવેલ કટ ઓફ થી વધુ ગુણ મેળવનાર ઉમેદવાર મુખ્ય પરીક્ષા આપી શકશે.

મુખ્ય પરીક્ષામાં સામાન્ય કેટેગરીના ઉમેદવારોના કિસ્સામાં ઓછામાં ઓછા 60 ટકા ગુણ મેળવેલ ઉમેદવારોનો મેરિટ લિસ્ટમાં સમાવેશ કરવામાં આવશે. અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ, સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ, આર્થિક રીતે નબળા વર્ગો અને દિવ્યાંગ કેટેગરીના ઉમેદવારોના કિસ્સામાં મુખ્ય પરીક્ષામાં ઓછામાં ઓછા 55 ટકા ગુણ મેળવેલ ઉમેદવારોનો મેરિટ લિસ્ટમાં સમાવેશ કરવામાં આવશે.

મહત્વપૂર્ણ સૂચનાઓ:

ફોર્મ ભરવાની છેલ્લી તારીખ પછીથી વેબસાઇટ નિયમિત જોતા રહેવું આવશ્યક છે. પરીક્ષા સંબંધી વિગતોથી સતત માહિતગાર થવા માટે http://ojas.gujarat.gov.in અને http://www.sebexam.org વેબસાઈટ જોતા રહેવાનું રહેશે.

વર્ષ 2023 માં લેવાયેલ ટેટ એચએસ ભૂગોળ વિષય સંદર્ભે માનનીય હાઈકોર્ટમાં એસસીએ નંબર 15923 ઓફ 2024 અને એસસીએ નંબર 17183 ઓફ 2025 અને અન્ય સમાંતર કેસોનો આખરી ચુકાદો ભૂગોળ વિષયની પ્રવર્તમાન પરીક્ષાના સંદર્ભમાં લાગુ પડતા પરીક્ષાર્થીઓને તેમજ તે સંદર્ભની જગ્યાઓ સંબંધે માન્ય અને બંધનકર્તા રહેશે.

ઓનલાઈન અરજી કરવાની રીત:

આ જાહેરનામાના સંદર્ભમાં રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા તારીખ 10/02/2026 થી તારીખ 19/02/2026 દરમિયાન http://ojas.gujarat.gov.in પર ઓનલાઈન જ અરજીપત્રક સ્વીકારવામાં આવશે અને તારીખ 10/02/2026 થી તારીખ 20/02/2026 સુધીમાં ઓનલાઈન ફી સ્વીકારવામાં આવશે.

ઉમેદવારે નિયત કરેલ ફોર્મ ઓનલાઈન ભરવા માટેની સૂચનાઓ અનુસરવાના રહેશે. અરજી ફોર્મ શોકસાઈપૂર્વક ઓનલાઈન ભરવાનું રહેશે. નામ, અટક, જન્મ તારીખ, જાતિ કેટેગરી કે અન્ય કોઈ બાબતે પાછળથી બોર્ડ દ્વારા સુધારો કરવામાં આવશે નહીં.

આ પરીક્ષાની ફી માત્ર ઓનલાઈન પેમેન્ટ મોડ થી ભરવાની રહેશે. ઉમેદવારે ઓનલાઈન પેમેન્ટ ગેટવે દ્વારા એટીએમ ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ, નેટ બેન્કિંગ, યુપીઆઈ અથવા વોલેટ થી તારીખ 10/02/2026 થી 20/02/2026 સુધી પરીક્ષા ફી ભરી શકશે.

વધુ વિગતવાર માહિતી માટે રાજ્ય પરીક્ષા બોર્ડની વેબસાઈટ અથવા ઓજસ પોર્ટલ પર જોઈ શકાય છે.

Original Source